નવી દિલ્હી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની વેબસાઈટ અને તેના અન્ય તમામ વેબ પોર્ટલ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, અને તેમાં ચેડાં કરવામાં આવ્યા છે અને હેક કરવામાં આવ્યા છે તેવા અહેવાલો ખોટા અને ભ્રામક છે, એમ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું.

આ સ્પષ્ટતા NEET-UG અને UGC-NET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આવી છે. શિક્ષણ મંત્રાલયે શનિવારે NTAની કામગીરીની સમીક્ષા કરવા, પરીક્ષામાં સુધારાની ભલામણ કરવા અને ડેટા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક પેનલની રચના કરી હતી.

"NTA વેબસાઈટ અને તેના તમામ વેબ પોર્ટલ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમની સાથે ચેડા અને હેક કરવામાં આવેલી કોઈપણ માહિતી ખોટી અને ભ્રામક છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.