નવી દિલ્હી, રિયલ્ટી ફર્મ M3M ઇન્ડિયા ગુરુગ્રામમાં તેના નવા લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટથી આશરે રૂ. 4,000 કરોડની આવકની અપેક્ષા રાખી રહી છે.

કંપનીએ ગુરુગ્રામમાં ગોલ્ફ કોર્સ એક્સટેન્શન રોડ પર એક નવો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ 'M3M અલ્ટિટ્યૂડ' શરૂ કર્યો છે જ્યાં તે 350 લક્ઝરી એપાર્ટમેન્ટ્સ બનાવશે.

M3M 4 એકરના આ પ્રોજેક્ટને વિકસાવવા માટે રૂ. 1,200 કરોડનું રોકાણ કરશે, જ્યારે વેચાણની અંદાજિત આવક રૂ. 4,000 કરોડની આસપાસ છે.

કંપની રૂ. 10 કરોડથી રૂ. 30 કરોડની કિંમતની રેન્જમાં એપાર્ટમેન્ટ વેચી રહી છે.

શનિવારે એક નિવેદનમાં, કંપનીએ જણાવ્યું હતું કે તેણે લગભગ 180 યુનિટ્સ રૂ. 1,875 કરોડમાં વેચી દીધા છે.

M3M ગ્રુપના પ્રેસિડેન્ટ સુદીપ ભટ્ટે જણાવ્યું હતું કે: "M3M અલ્ટીટ્યુડનું અનાવરણ થયા પછી, અમે ઘર ખરીદનારાઓની પૂછપરછ અને રસનો ભારે પ્રવાહ જોયો છે."

આ 4-એકર પ્રોજેક્ટ 60-એકર M3M ગોલ્ફ એસ્ટેટ ટાઉનશિપનો એક ભાગ છે.

રિયલ એસ્ટેટ ડેટા એનાલિટિક ફર્મ પ્રોપઇક્વિટીના જણાવ્યા અનુસાર, દિલ્હી એનસીઆરમાં હાઉસિંગ વેચાણ, આ વર્ષે એપ્રિલ-જૂન દરમિયાન વેચાણ વધીને 10,198 યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 9,635 યુનિટ હતું.

ગુરુગ્રામ હાઉસિંગ માર્કેટમાં DLF, સિગ્નેચર ગ્લોબલ અને M3M સહિતના ઘણા ડેવલપર્સના પ્રોજેક્ટ્સમાં મજબૂત હાઉસિંગ વેચાણ જોવા મળ્યું છે.