ચાઈનીઝ જોડી, લિયાંગ વેઈ કેંગ અને વાંગ ચાંગે ટોચના સ્થાનનો દાવો કર્યો છે જ્યારે ડેનમાર્કની કિમ એસ્ટ્રુપ અને એન્ડર્સ સ્કારપ રાસમુસેન બે સ્થાન આગળ વધીને પુરુષોની ડબલ્સ રેન્કિંગમાં બીજા સ્થાને છે.

મેન્સ સિંગલ રેન્કિંગમાં એચ.એસ. પ્રણોય અને લક્ષ્ય સેન અનુક્રમે 10મા અને 14મા સ્થાને યથાવત છે. દરમિયાન, કિદામ્બી શ્રીકાંત ચાર સ્થાન ગુમાવીને 32મા સ્થાને પહોંચી ગયો છે અને તે પ્રિયાંશુ રાજાવત (34મા) અને કિરણ જ્યોર્જ (35મા)થી આગળ છે, જેમણે નવીનતમ અપડેટમાં એક સ્થાન મેળવ્યું છે.

મહિલા સિંગલ્સ રેન્કિંગમાં બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી. સિંધુ નંબર 10 પર યથાવત છે.

તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પાની ઓલિમ્પિકની જોડી મહિલા ડબલ્સ રેન્કિંગમાં એક સ્થાન આગળ વધીને 19મા સ્થાને પહોંચી ગઈ છે. ગાયત્રી ગોપીચંદ અને ટ્રીસા જોલી પણ ઈન્ડોનેશિયા ઓપનમાં રાઉન્ડ ઓફ 16માં પહોંચ્યા બાદ 24માં સ્થાને પહોંચી ગઈ છે.