જમ્મુ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રિયાસી જિલ્લામાં બસ પર થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોના સંબંધીઓ માટે પ્રત્યેકને 10 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા મંજૂર કરી છે, એમ સત્તાવાર પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું.

પ્રવક્તાએ જણાવ્યું કે, સિન્હાએ ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયા પણ મંજૂર કર્યા છે.

રવિવારે રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં 9ના મોત થયા હતા અને 41 અન્ય ઘાયલ થયા હતા.

53 સીટર બસ, શિવ ખોરી મંદિરથી કટરા તરફ જઈ રહી હતી, ગોળીબારની આડશને પગલે રોડ પરથી પલટી ગઈ હતી અને પોની વિસ્તારના તેર્યાથ ગામ પાસે ઊંડી ખીણમાં પડી હતી.

પ્રવક્તાએ કહ્યું કે અસરગ્રસ્તોને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.

પ્રવક્તાએ કહ્યું કે, આતંકી હુમલાના ગુનેગારોને બેઅસર કરવાના પ્રયાસો ચાલુ છે. 6/2/2024 DV

ડીવી