લખનઉ, લોકપ્રિય ટીવી સિરિયલ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલે ઉત્તર પ્રદેશની મેરઠ લોકસભા બેઠક પરથી જીત મેળવીને તેમના નજીકના હરીફ સમાજવાદી પાર્ટીના સુનિતા વર્માને હરાવી દીધા છે.

ગોવિલ 10,585 મતોની સરસાઈથી જીત્યા હતા.

તેમને 5,46,469 વોટ મળ્યા, સપાના સુનીતા વર્માને 5,35,884 વોટ અને BSPના દેવવ્રત કુમાર ત્યાગીને 87,025 વોટ મળ્યા.