બેંગલુરુ, તાજેતરમાં અહીંના ફાર્મહાઉસમાં રેવ પાર્ટીમાં ભાગ લેનારા લોકો પાસેથી એકત્ર કરાયેલા લોહીના નમૂનાઓ પરથી જાણવા મળ્યું છે કે તેલુગુ ફિલ અભિનેત્રી સહિત 86 લોકોનો માદક દ્રવ્યોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, એમ પોલીસ સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પાર્ટીમાં કુલ 103 લોકોએ ભાગ લીધો હતો, જે જન્મદિવસની પાર્ટીના બહાના હેઠળ આયોજિત કરવામાં આવી હતી. સહભાગીઓમાં 73 પુરૂષો અને 30 મહિલાઓનો સમાવેશ થાય છે.

પોલીસે 19 મેના રોજ વહેલી સવારે ઈલેક્ટ્રોનિક સિટી નજીક ફાર્મહાઉસ પર દરોડા દરમિયાન MDMA (એક્સ્ટેસી) ગોળીઓ, MDMA ક્રિસ્ટલ્સ, હાઈડ્રો કેનાબીસ, કોકેઈન, હાઈ એન્ડ કાર, ડીજે સાધનો, સાઉન્ડ અને લાઈટિંગ સહિત રૂ. 1.5 કરોડનો જપ્ત કર્યો હતો.

દરોડા પછી, પોલીસે ખાનગી હોસ્પિટલમાં સહભાગીઓના લોહીના નમૂના એકત્ર કર્યા, જેમાં 59 પુરૂષો અને 27 મહિલાઓનો માદક દ્રવ્યોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

"પાર્ટીમાં ભાગ લેનારા મોટાભાગના લોકો ડ્રગ્સનું સેવન કરતા હતા. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ જે લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે તેમને નોટિસ ફટકારશે," એક પોલીસ સૂત્રે જણાવ્યું હતું.