મુંબઈ, લોકોને દક્ષિણ કોરિયા મોકલવા માટે નકલી દસ્તાવેજો બનાવવાના આરોપમાં નેવલ ઓફિસરની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસના એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

લેફ્ટનન્ટ Cdr વિપિન કુમાર ડાગર (28)ને ગુરૂવારે ક્રાઈમ બ્રાન્ચે કોલાબામાંથી ધરપકડ કરી હતી અને તે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને લોકોને ગેરકાયદેસર રીતે દક્ષિણ કોરિયા મોકલતી ગેંગનો સભ્ય હોવાની શંકા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

"તેના સહયોગીઓએ કેસ દીઠ રૂ. 10 લાખ સુધી વસૂલ્યા બાદ 8-10 લોકોને દક્ષિણ કોરિયા મોકલ્યાની કબૂલાત કરી છે. ડાગર એરફોર્સના અધિકારીનો પુત્ર છે અને તે હરિયાણાનો છે. તેને 5 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે." અધિકારીએ માહિતી આપી હતી.