સિન્હુઆ ન્યૂ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે હાઇવે પેટ્રોલિંગ પોલીસે જણાવ્યું હતું કે રવિવારે મોડી રાત્રે જિલ્લાના કલ્લાર કહાર પ્રદેશ નજીક સા કલાન વિસ્તારમાં એક બસ ઊંડી કોતરમાં પડી હતી.



પોલીસ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહો અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.



ડેપ્યુટી કમિશનર ચકવાલ, કુરાતુલૈન મલિકે મીડિયાને જણાવ્યું કે મૃત્યુઆંક વધી શકે છે કારણ કે ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર છે.



પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત ઓવરસ્પીડિંગને કારણે થયો હતો જ્યારે ડ્રાઈવે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે તે રોડની બાજુમાં ઉંડી ખાડામાં ખાબક્યું હતું.