નવી દિલ્હી: વારાણસી જતી ઈન્ડિગો ફ્લાઈટને મંગળવારે સવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બની ધમકી મળી હતી, જેના પગલે અધિકારીઓએ મુસાફરોને બહાર કાઢ્યા હતા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે સવારે સાડા પાંચ વાગ્યે જ્યારે પ્લેન ટેક ઓફ કરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે આ ધમકી મળી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે વિમાનને નિર્જન વિસ્તારમાં લઈ જવામાં આવ્યું હતું અને સુરક્ષા એજન્સીના કર્મચારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.