હૈદરાબાદ, તેલંગાણા બીજેપીના પ્રમુખ જી કિશન રેડ્ડીએ મંગળવારે કોંગ્રેસ સરકાર પર પ્રતિમાસ રૂ. 2,000 ની આર્થિક સહાય સહિત મહિલાઓને આપેલા વાયદાઓનું કથિતપણે અમલ ન કરવા બદલ પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસ દ્વારા મહિલાઓને આપવામાં આવેલા વચનોની પૂર્તિની માંગ સાથે રાજ્ય ભાજપના મહિલા મોરચા દ્વારા અહીં આયોજિત ધરણાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે શાસક પક્ષે અન્યો ઉપરાંત, 4,000 રૂપિયાની સામાજિક સુરક્ષા પેન્શનની પણ ખાતરી આપી હતી.

કોંગ્રેસ તેલંગાણામાં છ ચૂંટણી 'ગેરંટી' અને પડોશી કર્ણાટકમાં પણ તેના ચૂંટણી વચનોનો અમલ કરી રહી નથી, એમ તેમણે દાવો કર્યો હતો.

કોંગ્રેસ લાંબા સમય પહેલા 'ગરીબી હટાઓ' સૂત્ર સાથે આવી હોવા છતાં, તે ગરીબી દૂર કરવા માટે કામ કરી શકી નથી, તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ કોંગ્રેસ દ્વારા તમામ ચૂંટણી વચનોના અમલીકરણ માટે લડવાનું ચાલુ રાખશે.