નવી દિલ્હી, દિલ્હીની એક અદાલતે મંગળવારે કથિત એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને BRS નેતા કે કવિતાની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવી છે.

CBI અને EDની બાબતોના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ તેમની રિમાન્ડની મુદત પૂરી થતાં વિડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમની કસ્ટડી લંબાવી હતી.

ન્યાયાધીશે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહેલા ભ્રષ્ટાચારના કેસમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવની પુત્રી અને તેલંગાણાના એમએલસી કવિતાની ન્યાયિક કસ્ટડી પણ 7 મે સુધી લંબાવી છે.