થાણે, ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુ પર શુક્રવારે મુંબઈથી કેટલાક કેદીઓને નવી મુંબઈની તલોજા સેન્ટ્રલ જેલમાં લઈ જતી પોલીસની જીપ ખાનગી વાહન સાથે અથડાઈ હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

રાયગઢ જિલ્લાના પનવેલ તાલુકાના ખંડેશ્વર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, સાંજે 4.45 વાગ્યાની આસપાસ થયેલા અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.

"પોલીસની એક ટીમ ચાર કેદીઓને પોલીસ વાહનમાં દક્ષિણ મુંબઈની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. તલોજા જેલમાં પરત ફરતી વખતે, જ્યાં તેઓ રખાયા છે, ત્યારે પોલીસની જીપે અટલ સેતુ પર પાછળથી બીજા વાહનને ટક્કર મારી હતી." જણાવ્યું હતું.

અકસ્માતમાં બંને વાહનોને નુકસાન થયું હતું, જેના પગલે કેદીઓને લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી, એમ તેમણે ઉમેર્યું હતું.