ભારતીય ઈક્વિટીમાં બુધવારે સતત ચોથા સત્રમાં વેચવાલી ચાલુ રહી હતી. BSE સેન્સેક્સ 309 પોઈન્ટના ઘટાડા સાથે 73,201 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.

બેન્ચમાર્ક સૂચકાંકો સતત ત્રણ સત્રોથી લાલ નિશાનમાં બંધ થયા છે. જંગી FIIની વેચવાલી અને વધતી જતી વોલેટિલિટીને કારણે ભારતીય બજારો મંદીની સ્થિતિમાં છે. FIIએ મંગળવારે રૂ. 3668 કરોડની ઇક્વિટી વેચી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતના વોલેટિલિટી ઇન્ડેક્સમાં વધારો થયો છે.

એશિયન પેઈન્ટ્સ અને હિન્દુસ્તા યુનિલિવરમાં 2 ટકાથી વધુનો ઘટાડો સાથે કન્ઝ્યુમર સ્ટોક્સ સેન્સેક્સના ઘટાડાનું નેતૃત્વ કરી રહ્યા છે.

ખાનગી ક્ષેત્રની બેંકો પણ નબળી છે, જેમાં HDFC બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને ICIC બેંકમાં 1 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

અન્ય શેરોમાં HCL ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ અને L&T ટકાથી વધુ ડાઉન છે. લાર્જ-કેપ શેરો FIIની વેચવાલીનો સામનો કરી રહ્યા છે. બ્રોડર માર્કેટે મંગળવારે બેન્ચમાર્ક સૂચકાંકો કરતાં ઓછો દેખાવ કર્યો હતો.

REC 5 ટકા, NBCC અને PFC 4 ટકાના વધારા સાથે PSU શેરોમાં ફાયદો થઈ રહ્યો છે.