રોમના દક્ષિણમાં બોર્ગો સાન્ટા મારિયામાં મશીન દ્વારા ઘાયલ થયા બાદ 31 વર્ષીય વ્યક્તિનું લોહી વહી ગયું હતું. આ ઘટનામાં તેનો હાથ કપાઈ ગયો હતો, જ્યારે તેના બંને પગ કચડાઈ ગયા હતા.

તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે માણસના એમ્પ્લોયર તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા ન હતા, તેના બદલે તેને તેના આવાસ પર પાછા લઈ ગયા હતા. તેનો કપાયેલો હાથ નજીકના ફળોના ક્રેટમાંથી મળી આવ્યો હતો.

આ કામદારે આખરે બુધવારે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. તે 2021 થી સત્તાવાર વર્ક પરમિટ વિના ઇટાલીમાં રહેતો હતો.

પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસ આ વ્યક્તિના કથિત એમ્પ્લોયર, 37 વર્ષીય ઇટાલિયનની તપાસ કરી રહી છે.

શ્રમ પ્રધાન મરિના કાલ્ડરોને આ ઘટનાને "બર્બરતાનું કૃત્ય" ગણાવ્યું હતું. ત્યારથી કેટલાંક ટ્રેડ યુનિયનોએ ઇટાલીના કૃષિ ક્ષેત્રમાં કામ કરવાની નબળી સ્થિતિ તરફ ધ્યાન દોર્યું છે, જે લગભગ 2,30,000 લોકોને રોજગારી આપે છે.

અહેવાલોએ સૂચવ્યું છે કે ઘણા કર્મચારીઓ, ખાસ કરીને દેશના દક્ષિણમાં, કેટલાક બાળકો સહિત, સ્થળાંતર કરનારા છે.



sd/sha