ટ્રુ નોર્થ-બેક્ડ નિવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા ફાઈલ કરવામાં આવેલા ડ્રાફ્ટ પેપરમાં જાહેર જનતા માટે રૂ. 800 કરોડનો નવો ઈશ્યુ છે અને હાલના શેરધારકો દ્વારા રૂ. 2,200 કરોડ સુધીની ઓફર ફોર સેલ (OFS) છે.

OFSમાં બુપા સિંગાપોર હોલ્ડિંગ્સ Pte દ્વારા રૂ. 320 કરોડ સુધીના શેર અને ફેટલ ટોન LLP દ્વારા રૂ. 1,880 કરોડનો સમાવેશ થાય છે.

બુપા સિંગાપોર હોલ્ડિંગ્સ આરોગ્ય વીમા કંપનીમાં 62.27 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે ફેટલ ટોન એલએલપી કંપનીમાં 27.86 ટકા હિસ્સો ધરાવે છે.

અહેવાલો અનુસાર, મોર્ગન સ્ટેનલી ઇન્ડિયા, કોટક ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ, એક્સિસ કેપિટલ, ICICI સિક્યોરિટીઝ અને HDFC બેન્કને IPO માટે હાયર કરવામાં આવ્યા છે.

સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સ પછી નિવા બુપા બીજા સ્ટેન્ડ-અલોન હેલ્થ ઈન્સ્યોરર હશે, જે ભારતીય સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થશે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, અગ્રણી ખાનગી ઇક્વિટી ફર્મ ટ્રુ નોર્થે નિવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સનો 20 ટકા હિસ્સો તેના ભાગીદાર બૂપાને રૂ. 2,700 કરોડમાં વેચ્યો હતો, જેનાથી ભારતીય પેઢીનું મૂલ્યાંકન રૂ. 13,500 કરોડ થયું હતું.